આઠ વર્ષની બાળાએ જ્યારે ચરમપંથી હુમલામાં બહાદુરી બતાવી ઍવૉર્ડ જીત્યો
પ્રકાશિત
કેટલાક ઉગ્રવાદીઓ સૈનિકોનાં રહેઠાણો તરફથી સુંજવન આર્મી સ્ટેશનમાં પ્રવેશ્યા અને આડેધડ ગોળીબારી કરવાનું શરૂ કર્યું. તેમાંથી અમુક ઉગ્રવાદીઓ સૈનિકોના ક્વાર્ટ્સમાં પ્રવેશી ગયા.
આખો વિસ્તાર ગોળીઓ અને બૉમ્બના અવાજોથી ધણધણી ઊઠ્યો. કવાર્ટ્સમાં રહેતા લોકોને લાગ્યું કે તેઓ કોઈ નહીં બચે.
આવા સમયે એક આઠ વર્ષની બાળકીએ હિંમત દેખાડી અને તેઓ તેમનાં માતા તથા બે નાની બહેનોનની સાથે સાથે ક્વાર્ટર્સમાં રહેતા બીજા લોકોને બચાવવામાં સફળ રહી.
તેમણે ઉગ્રવાદીઓની માહિતી સૈન્ય અધિકારીઓને આપી. આ બાળકીને તેમની હિંમત માટે 26 જાન્યુઆરી 2022ના રોજ વડા પ્રધાન બાળ રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો હતો.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો