World Cancer Day: કૅન્સરને હરાવી રહેલાં આ છે નમ્રતા સાહની, જેમનો અવાજ ઘરઘરમાં ગૂંજે છે

પ્રકાશિત

મુંબઈમાં રહેતાં નમ્રતા સાહનીનું અવાજની દુનિયામાં મોટું નામ છે.

તેઓ બોલીવૂડમાં ઘણી અભિનેત્રી અને જાહેરખબરો માટે અવાજ આપી ચૂક્યાં છે.

જોકે, તેમના આ અવાજ પાછળ દર્દભરી કહાણી છે. આ કહાણી છે કૅન્સરને મ્હાત આપનારા અને પોતાના અવાજને બુલંદ બનાવનારાં નમ્રતાની. વર્ષ 2006માં તેમને આંતરડાનું કૅન્સર થયાની જાણ થઈ હતી. ત્યાર બાદ તેમણે જે રીતે કૅન્સરને લડત આપી તે અનેક લોકો માટે પ્રેરણારૂપ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો