રાહુલ ગાંધીએ સંસદમાં કરેલા પ્રહાર બાદ મોદી સરકારે શો જવાબ આપ્યો?

પ્રકાશિત

રાહુલ ગાંધીએ સંસદમાં સરકાર પર તીખા પ્રહારો કર્યા હતા.તેઓ રાષ્ટ્રપતિના અભિભાષણ પરના ધન્યવાદ પ્રસ્તાવ પર બોલી રહ્યા હતા.

તેમણે હિંદુસ્તાન, બેરોજગારી, અર્થવ્યવસ્થાના મુદ્દા પર પોતાના વિચાર રાખ્યા હતા. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યા કે વર્તમાન સરકારની ખોટી નીતિઓને લઈને ચીન અને પાકિસ્તાન નજીક આવી ગયાં છે.

વિદેશ મંત્રી જયશંકરે આ આરોપનો ટ્વિટ કરીને જવાબ આપ્યો. તેમણે લખ્યું, ‘વર્ષ 1963માં પાકિસ્તાને ગેરકાયદે શક્સગમ ઘાટી ચીનને આપી દીધી હતી. ચીને વર્ષ 1970માં PoK ના રસ્તે કારાકોરમ હાઇવેનું નિર્માણ કર્યું.’

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો