આદિવાસી વિસ્તારમાં નાના ઓરડામાં હૉસ્પિટલ શરૂ કરનારાં પદ્મશ્રી લતા દેસાઈની કહાણી

વીડિયો કૅપ્શન, આદિવાસી વિસ્તારમાં નાના ઓરડામાં હૉસ્પિટલ શરૂ કરનારાં પદ્મશ્રી લતા દેસાઈની કહાણી
પ્રકાશિત

ગુજરાતમાં આદિવાસીઓ અને વંચિતોના સર્વાંગી વિકાસમાં નિ:સ્વાર્થભાવે પોતાનું જીવન અર્પી દેનારાં ડૉક્ટર લતાબહેન દેસાઈને પદ્મ ઍવૉર્ડના સન્માનથી નવાજવામાં આવ્યાં છે.

લતાબહેનનું માનવું છે કે આ ઍવૉર્ડ તેમને નહીં પરંતુ તેઓ જે સંસ્થા સાથે સંકળાયેલા છે તેમના કાર્યકરોની નિષ્ઠા અને સેવાને મળ્યો છે.

લતાબહેનનો જન્મ વર્ષ 1941માં ખેડામાં થયો હતો. ત્યારબાદ તેમણે અમદાવાદથી MBBSની ડિગ્રી હાંસલ કરી.

દેશ માટે કંઈક કરવાની ભાવના સાથે તેઓ 1965માં આર્મી હૉસ્પિટલમાં જોડાયાં. ત્યાં અમુક વર્ષો નોકરી કર્યાં બાદ તેઓ પતિ સાથે અમેરિકા ગયાં.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો