You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જૂહી સિંહ - સૂરજ સિંહ : પિતા-પુત્રીના સુરીલા ગીતા સાંભળ્યા તમે?
પ્રકાશિત
જમ્મુમાં રહેતી પિતા-પુત્રીની આ જોડીએ હાલ સોશિયલ મીડિયા પર ખૂબ ધૂમ મચાવી છે. એક જમાનાનાં વિસરાયેલાં હિંદી ફિલ્મો ગીતો પર આ જોડીના સૂરમાં સૂર પુરાવવાની લોકોને ખૂબ મજા આવી રહી છે.
સૂરજસિંહ 'સા રે ગા મા મેગા ફાઇનલ'માં પણ ભાગ લઈ ચૂક્યા છે અને 2001માં ઍવૉર્ડ પણ જીતી ચૂક્યા છે. જૂહી સિંહ રાષ્ટ્રીયસુરક્ષાના વિષયમાં અને થિયેટરમાં એમ. એ. કરી ચૂક્યાં છે. હવે પિતા સાથે સંગીત પણ શીખી રહ્યાં છે.
આ જોડી દર સપ્તાહે સોશિયલ મીડિયા પર પોતાનાં સોંગ પોસ્ટ કરે છે, અને વિકએન્ડ પર પિતા પુત્રીને હલવો બનાવીને ખવડાવે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો