રશિયા સાથેના તણાવે યુક્રેનના લોકો માટે જીવન કેટલું મુશ્કેલ બનાવી દીધું?

પ્રકાશિત

યુક્રેન અને રશિયા વચ્ચેના વધી રહેલા તણાવ દરમિયાન અમેરિકાએ નાટો સૈન્યમાં યુક્રેનનો સમાવેશ ન કરવાની રશિયાની માગને ફગાવી દીધી છે. યુક્રેનનો નાટો સૈન્યમાં સમાવેશ કરાયો તો રશિયા હુમલો કરશે એવી આશંકા સેવાઈ રહી છે.

યુ્ક્રેન-રશિયા સરહદે ચાલી રહેલા સંકટને ટાળવા રશિયાએ મૂકેલી શરત પર અમેરિકી વિદેશમંત્રી ઍન્ટની બ્લિકંને સત્તાવાર પ્રત્યુત્તર આપ્યો છે.

રશિયાએ અમેરિકાના પ્રત્યુત્તર સામે પ્રતિક્રિયા આપી છે. જેમાં રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવે કહ્યું કે રશિયાની સુરક્ષા સંબંધિત નાટો મામલેની માગણી પૂરી નથી કરાઈ અને હંમેશાંથી જ આ માગણી ફગાવી દેવામાં આવતી રહી છે.

બંને સરહદે લશ્કરી દળો ખડકી દેવાતાં મંત્રણાઓ શરૂ કરાઈ હતી. આ બધા માહોલમાં યુ્ક્રેનવાસીઓની સ્થિતિ કેવી છે?

જોઈએ કિવથી બીબીસી સંવાદદાતા સારાહ રેઇન્સફૉર્ડનો અહેવાલ.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો