You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
યુક્રેન-રશિયાના વિવાદ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને ઉચ્ચારી ચેતવણી
અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિંકન મહત્ત્વના યુરોપિયન દેશોના વિદેશમંત્રીઓને મળી રહ્યા છે અને રશિયાના યુક્રેન સામેના સંભવિત હુમલાના વળતા જવાબની રણનીતિ પર વાટાઘાટ કરી રહ્યા છે.
બ્લિંકન બર્લિન પહોંચ્યા છે. જીનીવામાં શુક્રવારે તેઓ રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવને પણ મળશે.
રશિયા, યુક્રેન પર હુમલો કરી શકે છે એવી ભીતિને જોતાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને ચેતવણી ઉચ્ચારી કે જો રશિયા કોઈ હુમલો કરશે તો તેને તેની આકરી કિંમત ચૂકવવી પડશે.
યુક્રેન સરહદે રશિયાના એક લાખથી વધુ સૈનિકો તહેનાત છે. હવે રશિયાના સૈનિકો બેલારુસ પણ પહોંચ્યા છે, રશિયા તેને સંયુક્ત લશ્કરી કવાયત કહે છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો