યુક્રેનમાં રશિયા હુમલો કરશે એવી અમેરિકાને ચિંતા કેમ?
પ્રકાશિત
રશિયા, યુક્રેન પર હુમલો કરશે તેવી આશંકા વચ્ચે અમેરિકાના વિદેશમંત્રી ઍન્ટની બ્લિકંન યુક્રેન પહોંચ્યા છે.
બ્લિંકન શુક્રવારે રશિયાના વિદેશમંત્રી સાર્ગેઈ લાવરોવને મળશે. વ્હાઇટ હાઉસે આ સ્થિતિને ઘણી જ્વલંત ગણાવી છે, કેમ કે રશિયાએ એક લાખ સૈનિકોને સરહદે ખડકી દીધા છે.
વળી બેલારૂસ સાથે સંયુક્ત અભ્યાસ માટે વધુ દળો પણ મોકલાયાં છે.
બીજી તરફ રશિયાએ હુમલાની વાત નકારી છે


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો