હેટ સ્પીચના સવાલ પર યતિ નરસિંહાનંદ એવા ભડક્યા કે બીબીસીની ટીમને ધક્કે ચઢાવી
પ્રકાશિત
શનિવારે મુસ્લિમ મહિલાઓ વિશે અભદ્ર ટિપ્પણી કરવાના મામલે ધરપકડ કરાયેલા જૂના અખાડાના મહામંડલેશ્વર યતિ નરસિંહાનંદને 14 દિવસની રિમાન્ડ પર મોકલી અપાયા છે.
ઉત્તરાખંડ પોલીસ પ્રમાણે તેમની વિરુદ્ધ ભડકાઉ ભાષણ મામલે પણ કેસ ચાલશે.
શનિવારે તેમની ધરપકડ પહેલાં બીબીસીની ટીમ તેમનો ઇન્ટરવ્યૂ લેવા પહોંચી હતી. ત્યારે તેમના સમર્થકોએ ટીમના સભ્યો સાથે ગેરવર્તન કર્યું હતું અને ટીમને ધમકી આપી હતી.
બાદમાં બીબીસી ટીમની પોલીસ ફરિયાદને આધારે તેમની ઉપર વધુ એક FIR દાખલ કરાઈ છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો