You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઓમિક્રૉનના સંક્રમણનો દર ધીમો નહીં પડે તો વાઇરસ વધુ જોખમી વૅરિયન્ટમાં ફેરવાશે?
પ્રકાશિત
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠ (WHO) ને ચેતવણી આપી છે કે કોરોનાના કેસનો દર જે રીતે વધી રહ્યો છે એને ઘટાડવામાં સફળતા ન મળી તો વિશ્વ પર ઓમિક્રૉન જેવા વધુ એક વૅરિયન્ટનો ખતરો તોળાઈ રહ્યો છે.
WHOએ એવી પણ ચેતવણી આપી છે કે જો વિશ્વમાં રસીકરણની ઝડપ ના વધારાઈ તો ઓમિક્રૉન ખતરનાક વૅરિયન્ટમાં ફેરવાઈ શકે છે.
WHOના પ્રમુખ ડૉ. ટ્રડોસ ઍડહનોમનું કહેવું છે કે હાલમાં જે લોકો હૉસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે એમાંથી મોટા ભાગના લોકોએ રસી નથી લીધી.
વિશ્વમાં ગત સપ્તાહે કોરોનાના નવા દોઢ કરોડ કેસ નોંધાયા. મહામારી શરૂ થઈ ત્યારથી નોંધાયેલો આ સૌથી મોટો આંક છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો