રાજકોટના એ વિકલાંગ યુવક જેમની જિંદગી પ્રેરણાથી ભરપૂર છે

વીડિયો કૅપ્શન, રાજકોટના એ વિકલાંગ યુવક જેમની જિંદગી પ્રેરણાથી ભરપૂર છે
પ્રકાશિત

રાજકોટમાં રહેતા આ 17 વર્ષીય સ્મિત ચાંગેલા છે જેઓ વિકલાંગ છે. પરંતુ તેમનાં માતા સ્મિતને વિકલાંગ હોવાનો અહેસાસ નથી કરાવતા દેતાં.

જન્મના ત્રણ મહિના બાદ બીમારીમાં સપડાવવાને લીધે સ્મિતના હાથ-પગ કામ કરતા બંધ થઈ ગયા હતા.

જોકે તેમનાં માતા ડગલે ને પગલે તેમનો સહારો બનીને ઊભાં છે.

17 વર્ષીય સ્મિત ખૂબ જ હોશિયાર અને બુદ્ધિશાળી છે. ભલે તેમના હાથપગ ન ચાલતા હોય પરંતુ કુદરતે તેમને એવી શક્તિ આપી છે કે તેમનું નાક ફોન ચલાવવા માટે આંગળીઓનું કામ કરે છે.

ગત લૉકડાઉનમાં સ્મિતે ઘરે જ બેઠા ઑનલાઇન બિઝનેસ શરૂ કર્યો અને તેઓ સફળ પણ બન્યા. અભ્યાસની સાથે સાથે તેઓ આ ઉંમરે એક બિઝનેસમૅન પણ બની ગયા છે.

વીડિયો : બિપિન ટંકારિયા / રવિ પરમાર

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો