કૂતરાની બર્થડે પાર્ટી : અમદાવાદમાં કૂતરાની બર્થડે પાર્ટીમાં લાખોનો ખર્ચ, શું થયું કે પોલીસ પકડી ગઈ?

વીડિયો કૅપ્શન, અમદાવાદમાં કૂતરાની બર્થ ડે પાર્ટીમાં લાખોનો ખર્ચ, શું થયું કે પોલીસ પકડી ગઈ?
પ્રકાશિત

અમદાવાદમાં પોતાના પાળેલા કૂતરાનો બર્થ ડે ઉજવવો બે ભાઈઓને ભારે પડ્યો છે. અમદાવાદ પોલીસે મહામારી ઍક્ટ અંતર્ગત બે ભાઈઓ અને તેમના એક મિત્રની ધરપકડ કરી છે.

શનિવારે ચિરાગ પટેલ અને ઉર્વિશ પટેલે તેમના પાળેલા કૂતરા એબી માટે બર્થ ડે પાર્ટી રાખી હતી. આ પાર્ટીમાં પરિવાર, મિત્રો સહિત કુટુંબીજનોને પણ આમંત્રણ અપાયું હતું.

નિકોલ નજીક એક પાર્ટી પ્લૉટમાં આયોજિત આ બર્થ ડે પાર્ટીમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. જ્યાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનો ભંગ જોવા મળ્યો હતો.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો