મુંબઈ : મુંબઈમાં કલાકોની મહેનત બાદ એક ગાયને નાળામાંથી બહાર કઢાઈ

પ્રકાશિત

મુંબઈના વસઈ વિસ્તારમાં એક ગાયના રેસ્ક્યૂ ઑપરેશનની ચર્ચા ચાલી રહી છે.

વસઈમાં ચાલતાં-ચાલતાં એક ગાય નાળામાં પડી ગઈ હતી. અને કલાકો સુધી તેને બહાર કાઢવાના પ્રયાસો ચાલતા રહ્યા.

આખરે તેને મહાનગરપાલિકાના કર્મચારીઓએ બચાવી લીધી હતી.