કઝાકિસ્તાન : ઈંધનના વધેલા ભાવ વિરુદ્ધ પ્રદર્શનોમાં હિંસા બાદ રશિયાની સેના કેમ તહેનાત કરવી પડી?

પ્રકાશિત

કઝાકિસ્તાનમાં રાષ્ટ્રપતિ કાસિમ જોમાર્ત તોકાએવે કહ્યું છે કે સરકાર વિરોધી હિંસક પ્રદર્શનો પર કાર્યાવાહી કરવા તેમણે સેનાને કોઈ પણ ચેતવણી વિના ગોળી ચલાવવાનો આદેશ આપ્યો છે.

આમ તો આ રાજકીય રીતે સ્થિર દેશ છે. આ દેશ અગાઉના સોવિયત સંઘનો ભાગ હતો અને તેની પ્રજા મુસ્લિમ છે.

દેશમાં વિશ્વનો ત્રણ ટકા તેલ ભંડાર સહિત વિશાળ માત્રામાં ખનિજ સંસાધન છે. ગુરુવારે સૌથી મોટા શહેર અલ્માટીના રસ્તા પર હિંસક પ્રદર્શનો ફાટી નિકળ્યા.

અધિકારીઓ કહે છે કે 26 લોકોનાં મોત થયાં છે અને 3000થી વધુની ધરપકડ કરાઈ છે. જો કે અરાજકતા આ પ્રદેશમાં મૉસ્કોના પ્રભાવને નબળો પાડી શકે છે, કારણ કે આવી ઘટનાઓ અન્ય પ્રદેશોમાં વિપક્ષી દળોને પ્રોત્સાહિત કરી શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો