કઝાકિસ્તાનમાં વિરોધપ્રદર્શનો હિંસક બન્યાં, રશિયાની સેના પહોંચી
પ્રકાશિત
કઝાકિસ્તાનમાં રાષ્ટ્રપતિએ કહ્યું છે કે સરકારવિરોધી હિંસક પ્રદર્શનો પર કાર્યવાહી કરવા તેમણે સેનાને કોઈ પણ ચેતવણી વિના ગોળી ચલાવવાનો આદેશ આપ્યો છે.
આમ તો આ રાજકીય રીતે સ્થિર દેશ છે. આ દેશ અગાઉના સોવિયત સંઘનો ભાગ હતો અને તેની પ્રજા મુસ્લિમ છે.
ગુરુવારે સૌથી મોટા શહેર અલ્માટીના રસ્તા પર હિંસક પ્રદર્શનો ફાટી નીકળ્યાં.
અધિકારીઓ કહે છે કે 26 લોકોનાં મોત થયાં છે અને 3000થી વધુની ધરપકડ કરાઈ છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો