You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઓમિક્રૉન વૅરિયન્ટ : ક્યાંક દર્દીઓથી ઊભરાતી હૉસ્પિટલ, તો ક્યાંક લૉકડાઉનનો વિરોધ
પ્રકાશિત
યુરોપની સરકારો કોવિડને કાબૂમાં લેવા માટે અન્ય પગલાં લેવા વિચારણા કરી રહી છે, કેમ કે ઓમિક્રૉન વૅરિયન્ટને પગલે કોરોનાના કેસોમાં વધારો થયો છે.
આ સ્થિતિમાં બાળકો ભણવા સ્કૂલે જઈ રહ્યાં છે. ઇંગ્લૅન્ડમાં માધ્યમિકનાં બાળકોનો સ્કૂલમાં એક વખત ટેસ્ટ કરાશે. જાન્યુઆરી સુધી વર્ગખંડમાં માસ્ક ફરજિયાતપણે પહેરવા પડશે.
ફ્રાન્સમાં 6 વર્ષથી વધુ વયનાં બાળકોએ જાહેર પરિવહન, દુકાનો, મ્યુઝિયમ-રેસ્ટોરાંમાં માસ્ક પહેરવા પડશે.
અહીં કેસોનું પ્રમાણ અતિશય વધવાની ચેતવણી છે. તો અમેરિકામાં હૉસ્પિટલમાં દરદીઓ વધી રહ્યા છે પણ મૃત્યુદર નીચો જ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો