હૉસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા ઘટતાં દક્ષિણ આફ્રિકામાંથી નાઇટ કર્ફ્યૂ હઠાવાયો

પ્રકાશિત

2021ના વર્ષના છેલ્લા દિવસો દુનિયા માટે કોરોના વાઇરસના નવા વૅરિયન્ટ ઓમિક્રૉનના કારણે ભારે રહ્યા હતા.

2021માં પહેલાં ડેલ્ટા આવ્યો અને હવે ઓમિક્રૉન.

2021માં આ બંને વૅરિયન્ટે વિશ્વમાં હાહાકાર મચાવ્યો, પણ વર્ષ પૂરું થયું એ દિવસે સમાચાર આવ્યા કે જે ઓમિક્રૉનના શરૂના કેસો દક્ષિણ આફ્રિકામાં નોંધાયા હતા, ત્યાં હવે રાત્રી કર્ફ્યૂ હઠાવી લેવાયો છે.

અહીંના અધિકારીઓનો દાવો છે કે તેમનો દેશે ચોથી લહેરમાંથી બહાર આવી રહ્યો છે.

સરકારનું કહેવું છે કે હૉસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો