વધતી મોંઘવારીમાં પણ માત્ર એક રૂપિયામાં ઢોસો કેમ વેચે છે આ મહિલા?
પ્રકાશિત
આંધ્ર પ્રદેશના અનંતપુર જિલ્લાના તાડીપત્રી ગામમાં રહેતાં સાવિત્રી માત્ર 1 રૂપિયામાં ઢોસો વેચે છે.
સાવિત્રી છેલ્લાં 30 વર્ષથી આ કામ કરે છે. તેઓ યુવાવસ્થાથી ઢોસા વેચે છે અને પહેલાં તેમનાં માતા ઢોસા વેચતાં અને સાવિત્રી તેમને કામમાં મદદ કરતાં હતાં.
ઢોસાની સાથે બે પ્રકારની ચટણી પણ તેઓ આપે છે. સાવિત્રીના ઢોસા બાળકો, મજૂરો અને ફેરિયાઓમાં ઘણા લોકપ્રિય છે.
ભાવવધારાને પગલે સાવિત્રીનો નફો ઘટ્યો છે. આમ છતાં તેમણે ભાવ નથી વધાર્યા.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો