ઘોડી પર દુલ્હન, રાજસ્થાનમાં થયેલાં લગ્નની કહાણી. વીડિયો થયો હતો વાઇરલ

પ્રકાશિત

રાજસ્થાનમાં ઘોડી પર વધૂના સવાર થવાનો એક વીડિયો તાજેતરમાં વાઇરલ થયો. લગ્ન સમયે વર બૅન્ડબાજા સાથે ઘોડી પર જાન લઈને નીકળે એ તો સામાન્ય વાત છે.

પરંતુ હાલના સમયમાં દુલ્હનોમાં પણ તેનું ચલણ વધ્યું છે. રાજસ્થાનમાં બાળ-વિવાહ, કન્યાભ્રૂણ હત્યા, અને લાજ કાઢવાનો રિવાજ હજુ પણ ચાલી રહ્યાં છે. એવામાં નિષ્ણાતો આ પ્રકારના ચલણને એક હકારાત્મક પગલું દર્શાવે છે.

NFHS5ના એક સર્વે અનુસાર લિંગના ગુણોત્તરમાં પણ સુધારો આવ્યો છે. દીકરીઓને લઈને ભલે ધીરેધીરે લોકોની માનસિકતા પણ બદલાઈ રહી છે.

જુઓ આ અંગેની બીબીસી ગુજરાતીની ખાસ રજૂઆત.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો