હેડ ક્લાર્ક પેપર લીક કેસ : ગુજરાત સરકારને કોના દબાણ હેઠળ પરીક્ષા રદ કરવી પડી?

પ્રકાશિત

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્યમાં હેડ ક્લાર્કની ખાલી પડેલી 186 જગ્યાઓ ભરવામાં આવી રહી છે. જેની પરીક્ષાનું પેપર લીક થયું હતું. ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ પરીક્ષા રદ ગણવાની જાહેરાત કરી છે.

નોંધનીય છે કે ગુજરાત આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ આ પેપર લીક થયું હોવાનો દાવો કર્યો હતો. યુવરાજસિંહના દાવા અનુસાર ગત રવિવાર 12 વાગ્યે આ પરીક્ષાનું પેપર શનિવારે જ લીક થઈ ગયું હતું.

તેમના આ દાવા બાદ સરકાર અને તંત્ર હરકતમાં આવ્યાં હતાં.

ત્યારબાદ સરકારે આખરે કેમ પરીક્ષા રદ કરવી પડી તેના કારણો જણાવી રહ્યા છે બીબીસી સંવાદદાતા રોક્સી ગાગડેકકર છારા.

વીડિયો - પવન જયસ્વાલ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો