કોરોના વાઇરસ : રાજકોટની ત્રણ શાળામાં કોરોનાથી હાહાકાર, વિદ્યાર્થીઓ અને શિક્ષક સંક્રમિત
પ્રકાશિત
એક તરફ સમગ્ર દેશમાં ઓમિક્રૉન વૅરિયન્ટના કેસ વધી રહ્યા છે ત્યાં રાજકોટની જુદી-જુદી શાળાઓમાંથી 13 કોરોના વાઇરસના કેસો સામે આવ્યા છે.
રાજ્યમાં લગભગ દોઢેક વર્ષથી શાળાઓ બંધ હતી. પરંતુ થોડા સમય પહેલાં જ સરકારે શાળાઓ ખોલવાનો નિર્ણય લીધો હતો.
જોકે, હવે રાજકોટ શહેરમાંથી 12 અને ગ્રામ્યમાંથી એક ગામ, એમ કુલ 13 કેસ સામે આવ્યા છે. રાજકોટની નિર્મલા શાળામાં એક વિદ્યાર્થિની, નચિકેતા સ્કૂલમાં એક વિદ્યાર્થી, એસએનકે શાળામાં બે બાળકો અને MV ધુલેશિયામાં એક શિક્ષક સંક્રમિત થયા હોવાનું બહાર આવ્યું છે.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો