અમેરિકા : કેન્ટકીમાં ભયાનક વાવાઝોડાએ સર્જી આવી તબાહી, જુઓ તસવીરો

પ્રકાશિત

અમેરિકાના કેન્ટકીમાં શુક્રવાર રાતે આવેલા ભયાનક વાવોઝોડા બાદ રાજ્યમાં પીડિતોની શોધખોળ, કેન્ટકીને વાવાઝોડાથી ભયાનક રીતે પ્રભાવિત રાજ્ય જાહેર કરાયું

અમેરિકામાં વાવાઝોડું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકાના કેન્ટકીમાં શુક્રવાર રાતે આવેલા ભયાનક વાવોઝોડા બાદ રાજ્યમાં પીડિતોની શોધખોળ ચાલી રહી છે. આ તોફાનમાં ઓછામાં ઓછા 94 લોકોનાં મૃત્યુ થયાં છે અને કેટલાય લોકો હજુ પણ લાપતા છે. રાષ્ટ્રપતિ જો બાઇડને કેન્ટકીને વાવાઝોડાથી ભયાનક રીતે પ્રભાવિત રાજ્ય જાહેર કર્યું છે.
અમેરિકામાં વાવાઝોડું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, એકલા કેન્ટકી પ્રાંતમાં જ ઓછામાં ઓછા 80 લોકોનાં મૃત્યુ થયાં છે. મૃતકોની સંખ્યા 100થી ઉપર પહોંચે એવી આંશકા વ્યક્ત કરાઈ છે. મૃતકોમાં મીણબત્તીના કારખાનામાં કામ કરનારા કેટલાય લોકો પણ સામેલ છે.
અમેરિકામાં વાવાઝોડું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કેન્ટકીના ઉપરાજ્યપાલ જેક્લીન કૉલમૅને બીબીસીને જણાવ્યું છે કે ‘વીતી રહેલા દરેક કલાકોની સાથે’ મૃતકોની સંખ્યા સતત વધી રહી છે. તેમણે કહ્યું, “જે આંકડા સામે આવી રહ્યા છે, એ હજુ પણ વધશે. અમારી ઇમર્જન્સી રિસ્પૉન્સ ટીમ હજુ પણ નુકસાનનું સર્વેક્ષણ કરી રહી છે અને દરેક ઘરે જઈને લોકો સુધી પહોંચી રહી છે”
અમેરિકામાં વાવાઝોડું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કેન્ટકીના મૅકફિલ્ડ શહેરમાં વાવાઝોડાથી સૌથી વધુ અસર થઈ છે. શહેરમાં બચાવદળ સાથે કામ કરી રહેલા કૉંગ્રેસસભ્ય જૅમ્સ કૉમરે કહ્યું છે કે ‘શહેર માટે અત્યાર સુધીનું આ સૌથી મોટું વાવાઝોડું સાબિત થયું છે.’
અમેરિકામાં વાવાઝોડું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બાઇડને વાવાઝોડાથી ભારે પ્રભાવિત થયેલા કેન્ટકી રાજ્ય માટે સહાયની જાહેરાત કરી છે અને સાથે જ આપાતકાલીન આપદા ઘોષણા પર હસ્તાક્ષર પણ કરી દીધા છે. તેમણે આ વાવાઝોડાને અમેરિકાના ઇતિહાસમાં સૌથી મોટું વાવાઝોડું પણ ગણાવ્યું છે.
અમેરિકામાં વાવાઝોડું

ઇમેજ સ્રોત, BRENDAN SMIALOWSKI / GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, આપાતકાલીન ટીમ વાવાઝોડાથી સૌથી વધુ પ્રભાવિત થયેલા મૅકફિલ્ડ શહેરના કારખાનામાં રાહત અને બચાવઅભિયાન ચલાવી રહી છે. અહીંના કારખાનામાંથી લગભગ 40 લોકોને બચાવી લેવાયા છે. જોકે, હજુ પણ 60 લોકો ગુમ છે.
અમેરિકામાં વાવાઝોડું

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, ઘટનાસ્થળની મુલાકાત લેનારા વાલેકેન્ટકીના ગવર્નર ઍન્ડી બૅશિયરે કહ્યું છે કે “કારખાનામાંથી હવે કોઈને પણ બહાર કાઢવાની સંભાવના બહુ જ ઓછી છે. જો હવે કોઈને કાટમાળમાંથી બહાર કાઢી શકાયા તો એ ચમત્કાર જ હશે.”