You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નાગાલૅન્ડમાં સૈન્યઅભિયાનમાં સામાન્ય લોકોનાં મૃત્યુ બાદ કેવી સ્થિતિ છે?
નાગાલૅન્ડમાં બે દિવસ પહેલાં સેનાની કાર્યવાહી અને તે બાદ થયેલી હિંસામાં સામાન્ય નાગરિકોના જીવ ગયા બાદથી ત્યાં સ્થિતિ તણાવભરી છે.
ઘટના બાદ રાજનૈતિક ઘટનાક્રમ તો તેજ થયો જ છે સાથે ઘટનાના આંતરરાષ્ટ્રીય પ્રત્યાઘાતો પણ પડ્યા છે.
આંતરરાષ્ટ્રીય માનવઅધિકાર સંસ્થા હ્યુમન રાઇટ્સ વૉચે ભારત સરકારને વિવાદિત AFSPA કાયદો પરત લેવા અપીલ કરી છે.
બે દિવસ પહેલાં નાગાલૅન્ડના મોન જિલ્લામાં ભારતીય સેનાની કાર્યવાહી અને ત્યાર બાદ ભડકેલી હિંસામાં એક સુરક્ષાકર્મી સહિત કુલ 15 લોકોનાં મોત થયા હતા.
નાગાલૅન્ડથી જોઈએ બીબીસી સંવાદદાતા નિતિન શ્રીવાસ્તવ સાથે દેબલિય રૉય અને દિલીપ શર્માનો ગ્રાઉન્ડ રિપોર્ટ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો