‘બીબીસી 100 વિમેન’ શ્રેણીમાં ગુજરાતનાં દલિત મહિલાઅધિકાર કાર્યકર્તા મંજુલા પ્રદીપને સ્થાન

પ્રકાશિત

બીબીસીએ તેની 100 વિમૅન શ્રેણીમાં 2021 માટે વિશ્વભરમાંથી 100 પ્રેરક અને પ્રભાવશાળી મહિલાઓની યાદી જાહેર કરી દીધી છે. યાદીમાં એવી મહિલાઓ સ્થાન પામી છે જેમણે આપણાં સમાજ, સંસ્કૃતિ અને વિશ્વને નવી રીતે વ્યાખ્યાયિત કરવામાં ભૂમિકા ભજવી હોય. ગુજરાતનાં દલિત મહિલા અધિકાર કાર્યકર્તા મંજુલા પ્રદીપે પણ આ વર્ષની યાદીમાં સ્થાન મેળવ્યું છે.

દલિત અધિકારો અને મહિલાઓ સામે થતાં અન્યાયો સામે અવાજ બુલંદ કરનાર સમાજ કાર્યકર્તા મંજુલા પ્રદીપ વર્ષોથી દલિત અધિકાર અને ખાસ કરીને મહિલાઓના અધિકાર માટે કાર્ય કરી રહેલા સમાજ કાર્યકર્તા મંજુલા પ્રદીપને બીબીસીની 100 વિમૅનની યાદીમાં સ્થાન મળ્યું છે.

તેઓ 50 કરતાં પણ વધુ યૌન હિંસાનાં પીડિતાઓ માટે કાયદાકીય જંગમાં મદદરૂપ થઈ ચૂક્યાં છે.

સમાજમાં દલિત અધિકાર તેમાં પણ ખાસ કરીને મહિલા દલિત અધિકારો અંગે વાત કરવી અને તે અંગે પ્રતિનિધિત્વ વિકસાવવું કેમ જરૂરી છે તે અંગે બીબીસીનાં સંવાદદાતા દિવ્યા આર્યે વાતચીત કરી હતી. મંજુલા પ્રદીપ અને તેમના વિચારો અંગે વધુ જાણવા માટે જુઓ બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆત.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો