ઓમિક્રૉન વૅરિયન્ટ : ભારતમાં બાળકોને ક્યારે મળશે કોરોના વાઇરસની રસી?

વીડિયો કૅપ્શન, ભારતમાં બાળકોને ક્યારે મળશે કોરોના વાઇરસની રસી?-COVER STORY
પ્રકાશિત

ડિસેમ્બર 2019માં ચીનમાંથી શરૂ થયેલી કોરોના વાઇરસ મહામારી હજી પણ દૂર થવાનું નામ નથી લઈ રહી.

અને અત્યારે કોરોના વાઇરસના નવા વૅરિયન્ટ ઓમિક્રૉનને કારણે ફરી એકવાર ભયનો માહોલ પેદા થઈ રહ્યો છે.

ભારતની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં ઓમિક્રૉનના 17 નવા કેસ મળી આવતા કુલ આંકડો 21એ પહોંચ્યો છે.

વધુ ચિંતાની વાત એ છે કે આ નવા વૅરિયન્ટ વિશે જાણવા મળેલી થોડી ઘણી બાબતોમાં એક મુદ્દો છે વૅક્સિનની અસરકારકતાનો.

વૈજ્ઞાનિકોને ભય છે કે હાલની રસીઓ આ નવા વૅરિયન્ટ સામે ઓછી અસરકારક બની શકે છે.

ત્યારે રસી લઈ ચૂકેલા પુખ્ત વયના લોકોની સાથે-સાથે બાળકો પર પણ તેનું જોખમ તોળાઈ રહ્યું છે. તો ભારતમાં બાળકોને કોરોનાની રસી ક્યારે મળશે, જુઓ આ અહેવાલમાં.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો