પાકિસ્તાન : નાનબાઈ તરીકે જાણીતાં એ મહિલા, પગભર થવા માટે જેમને સંબંધીઓ સામે લડવું પડ્યું

વીડિયો કૅપ્શન, નાનબાઈ તરીકે જાણીતાં એ મહિલા, જેમના કામના લીધે સંબંધીઓ ઘરે નથી આવતા
પ્રકાશિત

પાકિસ્તાનનાં એક એવાં મહિલાની કાહણી જેમના માટે પગભર થવું જેટલું જરૂરી હતું તેટલી જ તેમના રસ્તામાં મુશ્કેલીઓ હતી.

અજાણ્યા પુરૂષો પણ ગ્રાહક તરીકે આવતા હોવાથી આ મહિલાના પરિવારજનોએ તેમને ધમકી આપી હતી કે જો તેઓ આ કામ કરવાનું બંધ નહીં કરે તો તેમના ઘરે કોઈ નહીં આવે.

તેમણે કોઈની પણ પરવાહ કર્યા વિના તેમના ઘરનું ગુજરાન ચલાવવા માટે રોટલી વણીને વેચવાનું શરૂ કર્યું.

એક પણ દિવસ શાળાએ ન ગયા હોવા છતાં તેઓ સફળતાપૂર્વક તેમનો રોજગાર ચલાવે છે.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો