ઇંડોનેશિયા જ્વાળામુખી : જાવા દ્વીપ પર માઉન્ટ સેમેરુથી નીકળેલી રાખમાં આખેઆખાં ગામ ઢંકાયાં, લોકો જીવ બચાવવા ભાગ્યા

પ્રકાશિત

ઈન્ડોનેશિયાના જાવા દ્વીપ પર જ્વાળામુખી ફાટતાં કમસે કમ 13 લોકોનાં મૃત્યુ થયાં છે. ઈન્ડોનેશિયાની આપાતકાલીન સેવાના અધિકારીઓનું કહેવું છે કે શનિવારે જ્વાળામુખી ફાટતાં સંખ્યાબંધ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

જ્વાળામુખીથી નીકળેલી રાખમાં ગામ દબાયાં

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, જાવા દ્વીપ પર માઉન્ટ સેમેરુ જ્વાળામુખી ફાટ્યો તે વખતે ત્યાંથી ભાગી રહેલા કેટલાક લોકોએ વીડિયો પણ બનાવ્યા હતા. જ્વાળામુખીમાંથી ઊડેલી રાખમાં આખેઆખા ગામ ઢંકાઈ જતાં હોય તેવી તસવીરો પણ સામે આવી છે. સ્થાનિક લોકો મુજબ સૂર્યપ્રકાશ પણ જ્વાળામુખીની રાખથી ઢંકાઈ ગયો હતો અને લોકો અંધારામાં ભાગી રહ્યા હતા. અધિકારીઓના કહેવા મુજબ કમસે કમ 57 લોકો ઈજાગ્રસ્ત થયા છે અને કેટલાકને ગંભીર ઈજાઓ થઈ છે.
જ્વાળામુખીથી જીવ બચાવવા ભાગતા લોકો

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, ઈન્ડોનેશિયાની ડિઝાસ્ટર મિટિગેશન એજન્સી (બીએનપીબી)ના અધિકારીઓએ જણાવ્યું કે ઈજાગ્રસ્ત લોકોની અનેક હૉસ્પટલોમાં સારવાર ચાલી રહી છે.
જ્વાળામુખીથી જીવ બચાવવા ભાગતા લોકો

ઇમેજ સ્રોત, JUNI KRISWANTO

ઇમેજ કૅપ્શન, જાવા દ્વીપ પર માઉન્ટ સેમેરુ ફાટતાં લુમાજાંગ જિલ્લાનાં 11 ગામો રાખમાં ઢંકાઈ ગયાં હતાં. આ ગામનાં ઘરો પણ રાખમાં ઢંકાઈ ગયાં છે, જેને પગલે લોકોએ મસ્જિદો અને અસ્થાયી આશ્રયસ્થાનોમાં શરણ લેવી પડી છે.
જ્વાળામુખીથી જીવ બચાવવા ભાગતા લોકો

ઇમેજ સ્રોત, JUNI KRISWANTO

ઇમેજ કૅપ્શન, બીએનપીબીના અધિકારીઓ મુજબ, 902 લોકોને બચાવવામાં આવ્યા છે. પરંતુ જ્વાળામુખીમાંથી નીકળતાં ધુમાડા તથા વરસાદ અને પવનને કારણે રાહતકાર્યોમાં મુશ્કેલી થઈ રહી છે.
જ્વાળામુખીથી નીકળેલી રાખમાં ગામ દબાયાં

ઇમેજ સ્રોત, JUNI KRISWANTO

ઇમેજ કૅપ્શન, જ્વાળામુખી ફાટ્યો ત્યારે વરસાદ તથા ભારે પવનને કારણે રાખ કીચડમાં ફેરવાઈ હતી.
જ્વાળામુખીથી નીકળેલી રાખમાં ગામ દબાયાં

ઇમેજ સ્રોત, JUNI KRISWANTO/Getty

ઇમેજ કૅપ્શન, સ્થાનિક અધિકારી થૉરિકલ હકે સમાચાર એજન્સી રૉયટર્સને કહ્યું કે આ વિસ્તારમાં એક રસ્તો અને બ્રિજ જે નજીકના શહેર મલાંગને આ વિસ્તારને જોડે છે ત્યાં પણ અવરજવરમાં મુશ્કેલી પડી છે.તેમણે કહ્યું, "જ્વાળામુખી ફાટ્યો ત્યાર પછી પરિસ્થિતિ ખૂબ વિકટભરેલી અને જલદી-જલદી બદલાઈ રહી છે."
જ્વાળામુખીથી નીકળેલી રાખમાં ગામ દબાયાં

ઇમેજ સ્રોત, JUNI KRISWANTO

ઇમેજ કૅપ્શન, બીએનપીબી મુજબ દસ લોકો જે ઇમારતોમાં ફસાયેલા હતા તેમને બચાવી લેવામાં આવ્યા છે.