You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કાશ્મીરના આ ઘોડાવાળાએ ગુજરાતી પર્યટકને ખોવાયેલું સોનાનું બ્રેસલેટ પરત કર્યું
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં હાલના દિવસોમાં અફરોઝ અહમદ પોતાની ઈમાનદારીને કારણે ચર્ચામાં છે. થોડા દિવસ પહેલાં ગુજરાતથી ઘનશ્યામ સુતરિયા અને તેમનો પરિવાર પહલગામ ફરવા આવ્યા હતા.
તેઓ અફરોઝના ઘોડા પર સવાર થઈ પહલગામમાં ફરતા હતા, ત્યારે તેમનું કીમતી સોનાનું બ્રેસલેટ ક્યાંક ખોવાઈ ગયું હતું.
સુતરિયા પરિવાર જ્યારે શ્રીનગર પરત ફર્યો, ત્યારે તેમને બ્રેસલેટ ખોવાઈ ગયાની જાણ થઈ. આ દરમિયાન અફરોઝને તે ખોવાઈ ગયેલું બ્રેસલેટ રસ્તામાં ક્યાંક પડેલું મળ્યું હતું.
ત્યાર બાદ અફરોઝ અને રફીક બંને રાતોરાત પહલગામથી 100 કિલોમીટર દૂર શ્રીનગર પહોંચ્યા અને સુતરિયા પરિવારને તેમનું બ્રેસલેટ પરત કર્યું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો