You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આંધ્ર પ્રદેશમાં લોકો પૂર બાદ કેવી ભયાવહ સ્થિતિમાં જીવી રહ્યા છે?
પ્રકાશિત
દક્ષિણ આંધ્ર પ્રદેશના ચાર જિલ્લાઓ પૂરની ભયાવહ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે.
પૂરને કારણે સરકારી આંકડાઓ પ્રમાણે 34 લોકોનાં મૃત્યુ થયાં છે. 6000 કરોડનું નુકસાન થયું છે. અને દસેક જેટલા લોકોનો હજુ સુધી કોઈ અતોપત્તો લાગ્યો નથી.
પૂર આવ્યાને પાંચ દિવસ વીતી ગયા પણ કડપા, ચિત્તોર, નેલ્લોર અને અનંતપુરમાં લોકો પોતાના ખોવાઈ ગયેલા સ્નેહીજનોને શોધવા નીકળ્યા છે અને મદદની તલાશમાં છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો