Omircron : કોરોના વાઇરસનો નવો વૅરિયન્ટ કેમ વધુ ખતરનાક?

પ્રકાશિત

ફરી એક વાર કોરોનાના નવા વૅરિયન્ટના કારણે ચિંતાનો માહોલ સર્જાયો છે.

વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ કોરોના વાઇરસના નવા વૅરિયન્ટ અંગે ચિંતા પ્રગટ કરી છે અને આ વૅરિયન્ટને 'એમાઇક્રોન' નામ આપ્યું છે.

WHOએ ચેતવણી આપતાં કહ્યું છે કે આ ખૂબ જ ઝડપથી અને મોટી સંખ્યામાં મયુટેટ થનારો વૅરિયન્ટ છે અને શરૂઆતી વલણો આધારે તેનાથી સંક્રમણનો ખતરો હોવાનું પણ જણાવ્યું છે.

તાજેતરમાં કોરોનાનો સૌથી વધુ મ્યુટેટ થયેલો નવો વૅરિયન્ટ મળી આવ્યો છે. આ મ્યુટેશનની યાદી એટલી લાંબી છે કે એક વૈજ્ઞાનિકે તેને 'ડરામણું' ગણાવેલું, જ્યારે અન્ય એક વૈજ્ઞાનિકે તેને અત્યાર સુધીમાં જોયેલો સૌથી ખરાબ વૅરિયન્ટ ગણાવ્યો હતો.

આ તો હજુ શરૂઆત છે. તેમજ આ વૅરિયન્ટના સંક્રમણના મોટા ભાગના કેસો દક્ષિણ આફ્રિકાના વિસ્તારોમાં છે, પરંતુ એવી પણ આશંકા છે કે તે અન્ય ભાગોમાં પણ ફેલાઈ શકે છે.

તરત જ લોકોનાં મનમાં પ્રશ્નો પણ ઊભા થવા લાગ્યા છે કે આ વૅરિયન્ટ કેટલી ઝડપથી પ્રસરી શકે છે, તેમજ શું તે વૅક્સિનના કારણે સર્જાયેલ રોગપ્રતિકારક શક્તિના કવચને તોડી શકશે અને તે અંગે શું કરવું જોઈએ.

આ અંગે આશંકાઓ તો ઘણી છે, પરંતુ ખૂબ જ ઓછી સ્પષ્ટતા છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો