ખેડૂત આંદોલન : આ ગૃહિણીઓ આંદોલનકારી કેવી રીતે બની ગઈ?

પ્રકાશિત

કૃષિકાયદા વિરુદ્ધ ચાલતા ખેડૂતોના આંદોલનમાં મહિલાઓની હિસ્સેદારી ખાસ્સી મોટી હતી.

પંજાબના બરનાલાની એક પ્રદર્શન જગ્યા એક ખાસ હતી. અહીંયાં અઠવાડિયામાં બે વખત મહિલાઓ દ્વારા જ મંચ સંભાળવામાં આવતું હતું.

તેઓ પ્રગતિશીલ ગીતો ગાય છે અને તેમના સામાજિક-રાજનૈતિક વિચારો રજૂ કરે છે.

પ્રદર્શન માટે પતિ અને પુત્રોના દિલ્હી જવા પર મહિલાઓએ જ તેમના ઘર અને ખેતીની જવાબદારી ઉપાડી હતી.

પુરુષોની ગેરહાજરીને પગલે પરિવારનાં મહિલા સભ્યોએ જ મોટા ભાગની ખેતીની જવાબદારી ઉપાડી હતી, તેઓ ઘરનાં કામો પણ કરતાં અને બાળકોની સંભાળ પણ લેતાં હતાં.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો