You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાનનાં એ મહિલા રિક્ષાડ્રાઇવર, જેઓ રૂઢિઓને તોડીને પગભર થયાં
પ્રકાશિત
પાકિસ્તાનનાં શાઝિયાબેગમના પતિનું અવસાન થયું હતું અને ત્રણ બાળકોને ઉછેરવા માટે પગભર થવું જરૂરી હતું.
તેમણે એક એવું કામ પસંદ કર્યું, જે મહિલાઓ જવલ્લે જ કરતી હોય છે અને સમાજમાં જેને 'પુરુષોનું કામ' ગણવામાં આવે છે.
તેઓ દોઢ વર્ષથી તેઓ રિક્ષા ચલાવે છે. તેઓ કહે છે કે "લોકો તેમની દીકરીઓને મારી સાથે મોકલવામાં સંકોચ અનુભવતાંનથી."
તેઓ કહે છે કે, "મહોલ્લાની મહિલાઓને લઈ જાઉં છું અને પાછી લઈ આવું છું."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો