You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે નેતાઓને દલિતો વિશે શું સલાહ આપી?
પ્રકાશિત
ગુજરાત ભાજપના પ્રદેશાધ્યક્ષ સી.આર. પાટીલે ભાજપના હોદ્દેદારો અને પદાધિકારીઓને દલિત પરિવારોને પોતાના ઘરે જમવા માટે આમંત્રિત કરવા અને તેમની સાથે દિવસ વિતાવવા જણાવ્યું છે.
સી.આર. પાટીલે કાર્યકર્તાઓને કહ્યું કે, આપણે કોઈ દલિતના ત્યાં જઈને સાથે જમીને ફોટો પડાવી સોશિયલ મીડિયામાં મૂકીને દલિત પ્રત્યે પ્રેમ છે એ બતાવવાની જરૂર નથી.
તેમણે કહ્યું કે ખરેખર તેમની સાથે જોડાણ કરવા માગતા હોય તો દરેક પદાધિકારીએ દલિત પરિવારને પોતાના ઘરે જમવા બોલાવવા જોઈએ.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ગ્રામપંચાયચની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે અને એ પછી તેમણે આ નિવેદન આપ્યું છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો