કોરોના વાઇરસ : ઑસ્ટ્રિયામાં ફરી એકવાર દેશવ્યાપી કોરોના વાઇરસ લૉકડાઉન લાગુ થયું

પ્રકાશિત

ઑસ્ટ્રિયાએ રસીકરણ વગરના લોકો પર લૉકડાઉન લાદવામાં આવ્યું ત્યાર પછી હવે સોમવારથી દેશભરમાં સંપૂર્ણ લૉકડાઉન લાગુ થયું છે.

ઑસ્ટ્રિયાના ચાન્સેલર ઍલેક્ઝાન્ડર શેલેનબર્ગના જણાવ્યા પ્રમાણે આ લૉકડાઉન 20 દિવસ સુધી ચાલી શકે છે અને 1 ફેબ્રુઆરી 2022થી રસીકરણ કાયદાકીય જરૂરિયાત ગણાશે. નવ પ્રાંતના ગવર્નરને મળ્યા પછી શેલેનબર્ગે કહ્યુ હતું કે અમે નથી ઇચ્છતા કોરોનાની પાંચમી લહેર આવે. આ સાથે આ શિયાળામાં સંપૂર્ણ લૉકડાઉન લાદનાર ઑસ્ટ્રિયા યુરોપિયન યુનિયનનો પ્રથમ દેશ બન્યો છે.

ઑસ્ટ્રિયામાં કોરોના કેસની સંખ્યા ઝડપથી વધી છે અને પશ્ચિમ યુરોપમાં સૌથી ઓછું રસીકરણ ઑસ્ટ્રિયામાં જ થયું છે.

લૉકડાઉનમાં ઑસ્ટ્રિયાના નાગરિકોને ઘરેથી કામ કરવાનું અને બિનજરૂરી દુકાનો બંધ રાખવાની રહેશે અને માત્ર પ્રત્યક્ષ શિક્ષણની જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓ માટે જ શાળાઓ ખૂલશે.

ઑસ્ટ્રિયાના પડોશી દેશ જર્મનીમાં આ અઠવાડિયે ઘણા દિવસોના રેકૉર્ડ કેસ જોવા મળ્યા છે અને આરોગ્ય પ્રધાન જેન્સ સ્પાહને "સંયુક્ત રાષ્ટ્રની દખલની જરુરિયાત સાથેની રાષ્ટ્રીય કટોકટી" લાદવાની વાત કરી છે.

ઘણા યુરોપીયન દેશો કેસો વધતાં નિયંત્રણો લાદી રહ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો