You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કૃષિકાયદા પરત : હૃદયની બીમારી છતાં એક વર્ષથી ખેડૂત આંદોલનમાં અડીખમ 70 વર્ષીય વૃદ્ધા
પ્રકાશિત
છેલ્લા એક વર્ષથી ચાલતા ખેડૂત આંદોલન પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ વિવાદાસ્પદ કાયદાઓ પરત લેવાની જાહેરાત કરી છે.
જોકે હજુ અમુક માગો સાથે ખેડૂતો દિલ્હીની સરહદો પર અડીખમ ધરણાં પર બેઠા છે.
દિલ્હીની સરહદ પર છેલ્લા એક વર્ષથી તંબુ તાણીને કૃષિકાયદાનો વિરોધ કરતા ખેડૂતો સાથે એક 70 વર્ષીય વૃદ્ધા પણ છે.
તેઓ કહે છે કે જ્યાં સુધી આ કૃષિકાયદાના કાગળો ખુદ વડા પ્રધાન મોદી ફાડી ના નાખે ત્યાં સુધી તેઓ આંદોલનમાંથી પીછેહઠ કરવાનાં નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો