આંધ્ર પ્રદેશમાં વરસાદ બાદ પૂરથી તબાહી, નજર સામે જ લોકોનાં ઘર ડૂબ્યાં, 33નાં મોત
પ્રકાશિત
આંધ્ર પ્રદેશમાં ભારે પૂરને કારણે અત્યાર સુધીમાં 33 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે, જ્યારે હજી પણ 12 લોકો લાપતા છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે તિરુપતી શહેરમાં હજી પણ તબાહીના અણસાર છે.
ઠેરઠેર પાણીનાં આ દૃશ્યો નેલ્લોરે જિલ્લાના નેલ્લોરે શહેરનાં છે. પેન્ના શહેરના કાંઠે વસેલું આ શહેર જળબંબાકાર છે.
અહીં નીચાણવાળા વિસ્તારોમાં લોકોને બચાવવા માટે બોટની મદદ લેવાઈ છે. મકાનો, વાહનો, રસ્તા અને રેલવે ટ્રેક અહીં બધું જ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યું છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો