આંધ્રપ્રદેશમાં વરસાદ બાદ પૂર આવતાં મકાનો ધરાશાયી, ડૅમો તૂટ્યા

વીડિયો કૅપ્શન, આંધ્રપ્રદેશમાં પૂર, મકાનો ધરાશાયી, ડૅમો તૂટ્યા, અનેક લોકો તણાયા
પ્રકાશિત

બંગાળની ખાડીમાં સર્જાયેલું ડીપ્રેશન શુક્રવારે સવારે 4 વાગ્યાની આસપાસ ચેન્નાઈ અને પુડ્ડુચેરી વચ્ચેના દરિયાકાંઠાને પાર કરતા દક્ષિણ આંધ્રપ્રદેશ અને રાયલસીમાના વિસ્તારમાં ભારે વરસાડ પડી રહ્યો છે.

આંધ્રપ્રદેશના રાયલસીમાના કડપા, અનંતપુર, ચિત્તૂર અને નેલ્લોર જિલ્લામાં બે દિવસ દરમિયાન મુશળધાર વરસાદ વરસ્યો છે.

ભારે વરસાદના કારણે સ્વર્ણમુખી, ચિત્રાવતી, પેન્ના સહિત અનેક નદીઓ છલકાઈ રહી છે.

પૂર પ્રભાવિત વિસ્તારોમાં કેટલાક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હોવાના અહેવાલો પણ સામે આવી રહ્યા છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો