ડીસાના ખેડૂતોને બટાકાના વાવેતર સમયે જ ખાતર ન મળતાં રોષ
પ્રકાશિત
બટાકા માટે પ્રખ્યાત એવા ડીસાના અનેક ખેડૂતોઓને વાવેતરના સમયે ખાતર ન મળતાં રોષની લાગણી પ્રવર્તી રહી છે.
ખેડૂતોનું કહેવું છે કે દિવાળી પહેલાંથી જ તેમને જોઈએ તેટલું ખાતર મળી રહ્યું નથી.
એક તરફ ખાતરમાં ભાવ વધારો અને બીજી તરફ વાવેતરનાં સમયે જ ખાતરની અછત ઉભી થતાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.
ખેડૂતોનું કહેવું છે કે લાખો રૂપિયાનું નુકસાન થયું છે, પણ હજુ સુધી અમને ખાતર મળ્યું નથી.
વીડિયો : પ્રીત ગરાલા/પરેશ પઢિયાર

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો