ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં માવઠાની સંભાવના, ક્યાં પડી શકે છે વરસાદ?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં માવઠાની સંભાવના, ક્યાં પડી શકે છે વરસાદ?
પ્રકાશિત

ગુજરાતમાં ઠંડીની વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસ રાજ્યમાં વરસાદ પડી શકે છે.

બુધવારથી શુક્રવાર દરમિયાન રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના છે.

રાજ્યમાં આ ત્રણ દિવસ દરમિયાન વિવિધ સ્થળે હળવાથી મધ્યમ વરસાદની સાથે પવન ફૂંકાવાની સંભાવના પણ છે.

આ તરફ કમોસમી વરસાદની આગાહીને લઈ ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે.

લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો