રાજકોટ સહિત ગુજરાતનાં શહેરોમાં નૉન-વેજની લારીઓ હઠાવવાની ઝુંબેશ કેમ શરૂ કરાઈ?

પ્રકાશિત

રાજકોટમાં સદરબજાર, ભીલવાસ રોડ, ફૂલછાબ ચોક, શાસ્ત્રી મેદાન સહિતના સ્થળોએ જાહેર રસ્તા પર દબાણ કરીને રાખવામાં આવેલી નૉનવેજની લારીઓને જપ્ત કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

આ તરફ નવસારીમાં પણ જાહેર રસ્તા પર ચાલતી નૉનવેજની લારીઓને બંધ કરાવવાની માગ થઈ રહી છે.

વડોદરામાં પણ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા નૉનવેજ ફૂડને બહાર પ્રદર્શનમાં રાખવા પર પ્રતિબંધ મૂકવા સામે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો