You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જામનગરનાં એ મહિલા જેઓ ભીખ માગતાં બાળકોને મફતમાં શિક્ષણ આપે છે
પ્રકાશિત
જામનગરમાં રહેતા એક બહેન ગરીબ અને ભીખ માંગતાં બાળકોને શોધીને તેમને શિક્ષણ આપવાનું કામ કરી રહ્યાં છે.
જામનગરમાં રહેતાં 49 વર્ષીય રેખાબહેન 12મું ધોરણ ભણેલાં છે.
તેઓ કોઈ પણ એનજીઓ કે સરકારી મદદ વિના જાતે જ દરરોજ સવારે છ વાગે ઊઠીને ગરીબ અને ભીખ માગતાં બાળકોને શોધી અક્ષરજ્ઞાન આપવાનું કાર્ય કરે છે.
સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના તેમનામાં પહેલાંથી જ હતી.
તેઓ જ્યારે તળાવકિનારે પક્ષીઓને ચણ નાખવા ગયાં ત્યારે ભીખ માગતાં બાળકોને જોઈને તેમના માટે કંઈક કરવાની ભાવના જાગી.
વીડિયો : દર્શન ઠક્કર / રવિ પરમાર
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો