સબ્યસાચીની મંગળસૂત્રની જાહેરાતમાં શું છે કે તેના પર થયો વિવાદ?
જાણીતા ફૅશન ડિઝાઇનર સબ્યસાચી મુખરજીના જ્વેલરી બ્રાન્ડના નવા કલેક્શનની જાહેરાતને લઈને વિવાદ ઉભો થયો છે.
મધ્ય પ્રદેશ સરકારના મંત્રી નરોત્તમ મિશ્રાએ ટ્વીટ કરીને કહ્યું કે જો આ જાહેરાત પાછી નહીં ખેંચવામાં આવે તો કાર્યવાહી થશે.
નરોત્તમ મિશ્રાની ચેતવણી પછી સબ્યસાચી જાહેરાત પાછી ખેંચવાના છે.
તેમણે કહ્યું કે, "ફૅશન ડિઝાઇનર સબ્યસાચી મુખરજીના મંગળસૂત્રની જાહેરાત આપત્તિજનક અને મનને આહત કરનારી છે. જો 24 કલાકમાં જાહેરાત પાછી નહીં ખેંચવામાં આવે તો વૈધાનિક કાર્યવાહી કરવામાં આવશે."
મામલો એવો છે કે સબ્યસાચીએ હાલમાં જ મંગળસૂત્રની એક નવી રેન્જ લૉન્ચ કરી છે, જેને ઇન્ટિમેટ ફાઇન જ્વેલરી તરીકે રજૂ કરવામાં આવી છે. આ જાહેરાતને લઈને સોશિયલ મીડિયા યૂઝર્સે સબ્યસાચીને ટ્રોલ કર્યા હતા.
આખરે આ જાહેરાતમાં એવું શું છે જેને લઈને વિવાદ થઈ રહ્યો છે.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો