You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બ્રેસ્ટ કૅન્સર : યુવતીઓ નાની ઉંમરે શિકાર કેમ બની રહી છે?
20 વર્ષથી મોટી ઉંમરની યુવતીઓમાં બ્રેસ્ટ કૅન્સરના ઘણા કિસ્સા જોવા મળી રહ્યા છે, જે તબીબોના મતે અસામાન્ય વાત છે.
અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન એટલે કે એમ્સમાં સર્જિકલ ઑન્કોલૉજી વિભાગના પ્રોફેસર ડૉક્ટર એસ. વી. એસ. દેવ જણાવે છે કે છેલ્લાં દસથી પંદર વરસમાં યુવા મહિલાઓમાં કૅન્સરની બીમારી વધુ જોવા મળી રહી છે.
તેમણે જણાવ્યું કે, "યુવા મહિલાઓમાં જોવા મળતી બ્રેસ્ટ કૅન્સરની બીમારીમાં એવી મહિલાઓનો સમાવેશ થાય છે, જેમની ઉંમર 40 વર્ષથી ઓછી છે. એમાંય સૌથી ઓછી ઉંમરની મહિલાઓ 20થી 30 વર્ષની છે, જેમને કૅન્સર થયું હોય છે."
નાની વયે યુવતીઓમાં બ્રેસ્ટ કૅન્સર વધવાનું કારણ શું છે, જાણો આ વીડિયોમાં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો