દરિયાની જળસપાટી વધતાં ગુજરાતનાં આ ગામડાંમાં કેવી અસર થઈ?
પ્રકાશિત
ગુજરાતમાં દરિયાકાંઠાની વધતી જતી જળસપાટી દરિયાકાંઠે વસતાં ગામલોકો માટે ચિંતાનું કારણ બની છે.
વલસાડ જિલ્લાનાં આઠ જેટલાં ગામોને બચાવવા માટે મોટા પથ્થરોની એક દીવાલ પણ બનાવવામાં આવી છે. જોકે આ દીવાલ લોકોને કેટલી સુરક્ષિત રાખી શકશે એ સવાલ છે.
દરિયાકાંઠે આવેલા વેકરિયા ગામમાં એક સમયે 200થી વધુ પરિવારો રહેતા હતા, જેઓ સંપન્ન હતા તેઓ અન્ય જગ્યાએ રહેવા માટે જતા રહ્યા છે.
જોકે કેટલાક એવા પરિવારો પણ છે, જેઓ અહીં વસ્યા છે અને ચિંતિત પણ છે.
સ્થાનિકોએ છેલ્લા બે દાયકામાં દરિયાઈપટ્ટીનાં અનેક ઘરોને સાગરમાં ભળી જતા જોયાં છે.
બીબીસી સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારાનો વિશેષ અહેવાલ.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો