અમદાવાદના પ્રખ્યાત લૉ ગાર્ડન પાસે વેપાર કરનારા ધરણાં પર ઊતર્યાં
પ્રકાશિત
અમદાવાદના પ્રખ્યાત લૉ ગાર્ડન પાસે પાથરણાવાળાઓ ધરણાં પર ઊતર્યા છે.
તેઓનું કહેવું છે કે તંત્ર તેમને વેપાર કરવાની પરવાનગી આપતું નથી. તેઓએ તંત્રને વેપાર માટે રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી કોઈ જવાબ આવ્યો નથી.
તેમનું કહેવું છે કે અમે વ્યાજે પૈસા લાવીને વેપાર શરૂ કર્યો છે, પણ ધંધો ન હોવાથી અમારો માલ હજુ પણ ઘરમાં પડ્યો છે.
કોરોનાને કારણે તેમની આર્થિક સ્થિતિ પણ કફોડી થઈ હોવાનું તેમણે જણાવ્યું હતું.
વીડિયો : તેજસ વૈદ્ય / જય બ્રહ્મભટ્ટ


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો