You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વડોદરામાં મગર અને સૂવર વચ્ચે જામ્યો જીવન-મરણનો જંગ
પ્રકાશિત
વડોદરા નજીકથી પસાર થતી નર્મદાની મેઇન કૅનાલમાં મગર અને સૂવર વચ્ચે જંગ જામ્યો હતો.
એક તબક્કે જંગલી સૂવરે મગરને ચકમો આપી દીધો હતો, પરંતુ મગરથી જંગલી સૂવર બચે તેવી શક્યતાઓ ખૂબ ઓછી હોવાનું જાણકારો માની રહ્યા છે.
વડોદરા તે વિશ્વની બહુ જૂજ જગ્યાઓમાં સામેલ છે જ્યાં મગર માનવ વસતીની ખૂબ નજીક વસવાટ કરે છે.
ચોમાસાની ઋતુમાં મગરે અવારનવાર રહેણાક વિસ્તારો નજીક આવી જતા હોય છે. અને કેટલીક વખત માનવો અને મગર વચ્ચે ઘર્ષણ થવાની સંભાવનાઓ પણ જોવા મળે છે.
વીડિયો - રાજીવ પરમાર
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો