You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં વીજકાપ : CM ભૂપેન્દ્ર પટેલ સમક્ષ જૂનાગઢ જિલ્લાના ખેડૂતોએ ઇચ્છામૃત્યુ માગ્યું
પ્રકાશિત
જૂનાગઢ જિલ્લાના આ ખેડૂતોએ કલેક્ટર સમક્ષ ઇચ્છામૃત્યુની માગણી કરી છે.
તેમનું કહેવું છે કે ખેતરમાં પાક તૈયાર છે, પાણીની સુવિધા પણ છે પરંતુ પાકને સિંચવા માટે વીજળી નથી. જો આ રીતે જ વીજકાપ રહેશે તો તેમનો પાક બરબાદ થઈ જશે.
ગુજરાતમાં જૂનાગઢ, જામનગર, અમરેલી, રાજકોટ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા સહિત અનેક જિલ્લાઓ વીજકાપની સમસ્યા સહન કરી રહ્યા છે.
જેતપુર પીજીવીસીએલના અધિકારી કે.એ. પારેખે બીબીસી સાથેની વાતચીતમાં કબૂલ્યું છે કે સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના 11 જિલ્લામાં 20 દિવસ વીજકાપ મૂકવામાં આવ્યો હતો. જોકે હવે સમયસર આઠ કલાક વીજળી આપવામાં આવી રહી છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો