ગુજરાતમાં કૉંગ્રેસના પ્રમુખ કોણ બનશે અને કેવા રહેશે પડકારો?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં કૉંગ્રેસના પ્રમુખ કોણ બનશે અને કેવા રહેશે પડકારો?
પ્રકાશિત

ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાં કૉંગ્રેસ પાર્ટીમાં ચૂંટણીને લગતી વ્યૂહરચના માટે મિટિંગોનો દોર શરૂ થઈ ગયો છે.

ગત શુક્રવારે રાજ્યના કૉંગ્રેસના મુખ્ય નેતાઓની એક બેઠક નવી દિલ્હી ખાતે મળી હતી, જેમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં સંગઠનસ્તરે ફેરફારની કવાયત હાથ ધરવામાં આવી હતી.

જોકે હાર્દિક પટેલ દિલ્હી ખાતેની બેઠકના અમુક કલાકમાં જ ઍરપૉર્ટ જવા નીકળી ગયા હતા, જેના કારણે અટકળો શરૂ થઈ હતી.

હાર્દિક પટેલ અગાઉ 'કોઈ પદની લાલચ ન હોવાનું' પણ જણાવી ચૂક્યા છે, એવામાં રાજ્યમાં પાર્ટીનું સુકાન કોને મળશે એની પણ ચર્ચા થઈ રહી છે.

ભાજપે નવા મુખ્ય મંત્રી નીમ્યા બાદ રાજ્યમાં ચૂંટણીલક્ષી કામગીરી શરૂ કરી દીધી છે અને એવામાં કૉંગ્રેસે પણ બેઠકોનો દોર શરૂ કર્યો છે.

જોકે સૌથી વધુ ચર્ચા નવા પ્રદેશાધ્યક્ષ કોણ બનશે, એની થઈ રહી છે. કહેવાય છે કે દિવાળી આસપાસ પાર્ટીમાં નવા ફેરફાર પણ થઈ શકે છે.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો