સેક્સ દરમિયાન આ ભૂલ થાય તો રેપનો ગુનો ગણાય, સ્ટેલ્થિંગ શું છે?

પ્રકાશિત

અમેરિકાના કૅલિફોર્નિયા રાજ્યની ઍસેમ્બ્લીએ સ્ટેલ્થિંગ એટલે કે સેક્સ દરમિયાન પોતાના સાથીની જાણ બહાર કૉન્ડોમ હઠાવવા પર પ્રતિબંધ લાદ્યો છે.

આવું ઘણાં વર્ષોથી થતું હોવાનું અનુમાન છે, પરંતુ ઇન્ટરનેટ લોકપ્રિય થયું એ પછી આ વિષય પર લોકોનું વધારે ધ્યાન ખેંચાયું છે.

'નૅશનલ લાઈબ્રેરી ઑફ મેડિસિન'માં 2019માં પ્રકાશિત એક લેખમાં 21થી 30 વર્ષની વયની 12 ટકા મહિલાઓએ તેમના સ્ટેલ્થિંગના અનુભવની વાતો જણાવી હતી.

આવું કરવાથી સાથીદારને યૌન સંક્રમિત રોગોનો ચેપ લાગવાનું કે ગર્ભવતી થવાનું જોખમ સર્જાય છે. એ ઉપરાંત આ કૃત્યથી પીડિત કે પીડિતાની ગરિમાનું ઉલ્લંઘન પણ થાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો