You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જામનગરનાં એ મહિલા જેમણે પુરુષપ્રધાન બ્રાસ ઇન્ડસ્ટ્રીમાં ચીલો ચાતર્યો
પ્રકાશિત
જામનગરનાં 48 વર્ષીય લલિતાબહેન 20 વર્ષનાં હતાં ત્યારથી બ્રાસપાર્ટ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલાં છે.
પુરુષપ્રધાન આ ઇન્ડસ્ટ્ર્રીમાં એક મહિલા તરીકે લલિતાબહેન ખૂબ સફળ મહિલા છે.
લલિતાબહેન પહેલાં ઘરકામ કે મજૂરી કરતાં હતાં. ત્યારબાદ તેઓ કારખાનામાં જોડાયાં અને ધીરે-ધીરે પોતાની સૂઝ અને મહેનતથી પોતાનું જ બ્રાસપાર્ટનું નાનું કારખાનું સ્થાપ્યું.
લલિતાબહેને ત્રણ બાળકોને ભણાવી-ગણાવીને સારી જગ્યાએ પહોંચાડ્યાં છે.
લલિતાબહેને સાબિત કર્યું છે કે પુરુષની જોહુકમીવાળા ધંધામાં પણ મહેનત અને લગનથી એક મહિલા સફળ થઈ શકે છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો